અમારા વિષે

/
image-3-min
image-10
શાશ્વત જ્ઞાનથી પ્રેરિત

તમારા બાળક માટે ઉજ્જ્વળ આવતીકાલનું નિર્માણ

શિક્ષાધામમાં, અમે પરંપરાગત ગુરુકુલ મૂલ્યોને આધુનિક શિક્ષણ સાથે એકત્રિત કરીએ છીએ અને દરેક બાળકને જ્ઞાન, અનુશાસન અને આધ્યાત્મિક આધાર સાથે પોષણ આપીએ છીએ. અમારું ધ્યેય એવું સ્વસ્થ અને સર્વાંગી વિકાસ પામેલું વ્યક્તિત્વ ઘડવાનું છે, જે ઉજ્જ્વળ ભવિષ્ય માટે તૈયાર હોય.
જીવનનું પરિવર્તન

વિશ્વાસ અને પ્રયત્નથી નવા માર્ગ પર પ્રગતિ કરો!

કોઈ પણ બાળક એ સામાન્ય નથી હોતું. તેનામાં અસંખ્ય સંભાવનાઓ પડી હોય છે. જો બાળકને એક સારો માહોલ, સારો સંગ, સારૂં વાતાવરણ મળે અને સારી રીતે ખિલવણી કરવામાં આવે તો ભીતર પડેલી રહસ્યમય શકયતાઓ મુર્તિમંતરૂપે પ્રગટ થતી હોય છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શિક્ષાધામ દ્વારા ચાલતા બાલ સંસ્કાર સભામાં સંસ્કારના વારસાને આત્મસાત કરી, આપનું બાળક બાળપણથી જ શ્રેષ્ઠતાના પંથે કઠમ માંડશે એવી અમોને અટલશ્રદ્ધા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શિક્ષાધામ દ્વારા ચાલતા બાલ સંસ્કાર સભામાં આજના આધુનિક સમયમાં ઉછરતા બાળકોને જીવન જીવવાની નવી દીશા મળશે અને આપે સેવેલ અરમાનો સિદ્ધ થશે.

બાળકોમાં સદાચારનું ઘડતર કરવા,કુટુંબ-સમાજ અને રાષ્ટ્રની એક મહત્વપૂર્ણ સેવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શિક્ષાધામ દ્વારા ચાલતા બાલ સંસ્કાર સભામાં આપના બાળકને અવશ્ય મોકલજો.